રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પીપળીયારાજના હુસેનભાઈ બિનહરીફ ચૂંટાયા
વાંકાનેર તાલુકાના (અગાભી) પીપળીયા ગામથી જુની કલાવડી સુધીનો અંદાજીત ૫ કિલોમીટરના રસ્તાનું મેટલીંગ કામ પૂરું થઈ ગયેલ હોય અને અંદાજીત 2,55,00,000/ (બે કરોડ પંચાવન લાખ) રૂપિયાના કામ માટે રસ્તો મંજુર થયેલ. મેટલ કામ પૂરું થતાની સાથે તા. 4/1/2024 ના રોજ ડામર કામનો શુભારંભ કરાવેલ.
જિલ્લા પંચાયતના સભ્ય અને સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજાની આગેવાનીમાં સરપંચશ્રી શિવરાજસિંહ જાડેજા તથા ઉપસરપંચશ્રી રામદેવસિંહ જાડેજા સહીત ગામના દરેક સમાજના લોકો હાજર રહેલ. સુરેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ભાખુભા જાડેજા, વિજયસિંહ રતુભા, રઘુભા જાલુભા, ભરતભાઈ કુંભાર, અમૃત ડાયા પરમાર, પ્રભુભાઈ ફેફર, કાળુભાઈ કાંજીયા, સુંદરજીભાઈ પટેલ, બાબભાઈ કેરાળીયા, હકુભા હાલુભા, જગાભાઈ સોલંકી, ગોરધનભાઈ મજેઠીયા, મેહુલભાઈ દેવીપૂજક, મહેન્દ્રસિંહ ફતુભા જાડેજા, ભરતસિંહ દિલુભા જાડેજા, કેશુભાઈ આહીર, મનહરસિંહ દેવુભા, દિગ્વિજયસિંહ, પ્રવિણસિંહ, જીતેન્દ્રસિંહ નરવીરસિંહ જાડેજા, રઘુભા ઉમેદસંગ, બટુક વાઘા ભરવાડ, દિગ્વિજયસિંહ દશરથસિંહ જાડેજા સહિતના ગામ આગેવાનો હાજર રહેલ. બંને ગામને જોડતા આ રસ્તાની જેમની જવાબદારી છે, તેવા જિલ્લા પંચાયતના પારધીસાહેબની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ. આ તકે એજન્સીના તમામ મશીનરી અને સ્ટાફ સાથે કામની શરૂઆત કરવામાં આવેલ. તાલુકા મથકે આવવા-જવામાં સવલત વધવાથી લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પીપળીયારાજના હુસેનભાઈ બિનહરીફ ચૂંટાયા…
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજે ચુંટણી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વાંકાનેર બેઠક પરથી ડિરેક્ટર તરીકે પીપળીયા રાજ ગામના હુસેનભાઈ વલીભાઈ શેરસીયા એકમાત્ર ઉમેદવાર રહેતાં તેઓ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા છે.
હુસેનભાઈ શેરસીયા વાંકાનેર તાલુકાની દૂધ મંડળીઓના કર્મચારીઓના પ્રતિનિધિ હોય, જેનો ઠરાવ થયાં બાદ તેમને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બિનહરીફ જાહેર કરાયાં છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો