વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની સાજળીયાવાળી સીમમાં આવેલ પોતાની વાડીએ છુપાવી રાખેલ હોવાની ચોક્કસ હકિકત મળતા વાડીમાં ઓરડીની બાજુમાં આવેલ એકઢાળીયાની ઢોરને ચારો નાખવાની ગમાણમાંથી ખાખી કલરના પુઠાના બોક્સ તથા સફેદ કલરના બાચકામાંથી ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી આવતા 27,180 રૂપિયાનો મુદામાલ પોલીસખાતાએ કબ્જે કરેલ છે. આ દારૂ ભાડલા (જસદણ)ના કલ્પેશભાઈ ખાચર પાસેથી લીધો હોવાની કબુલાતે તેમને પણ આરોપી બનાવાયા છે.



આ કાર્યવાહીમાં મયુરધ્વજસિંહ હરીશચંન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા જોડાયા હતા.
દારૂ અંગેના અન્ય ગુન્હા:
નવાપરા વાંકાનેરના ભરત સોમાભાઈ ચોવસીયા, કુંભારપરા શેરી નં 1 ના સુલેમાન હુસેનભાઇ કુરેશી, હસનપર બીપીએલ ક્વાર્ટરના દેવજી ભીખાભાઇ રાઠોડ અને ખોજાખાના શેરીના વિજય રમેશભાઈ તળેટીયા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક અંગેનો ગુન્હો:
જીનપરા શેરી નં 12 માં રહેતા સુનિલ રમેશભાઈ રાણેવાડિયાએ રીક્ષા અડચણરૂપ ઉભી રાખતા કાર્યવાહી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
