રીક્ષામાં નુકશાન
વાંકાનેર: મકનસર ગામ નજીક પૌઢ અને રિક્ષાચાલક બંને રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે બંનેને હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી તેમજ રીક્ષામાં નુકશાન થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના રાતાવીરડા ગામ નવાપર વિસ્તારમાં રહેતા મોજેરામ કેશવદાસ દૂધરેજિયા (ઉ.વ.૫૫) વાળાએ ટ્રક એમપી ૦૯ એચએચ ૬૯૧૯ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૧૧ ના રોજ ફરિયાદી અને કરણાભાઈ ફરિયાદીનું બાઈક જીજે ૧૩ એલએલ ૩૩૨૭ અને કરણાભાઈની રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૧૬૬૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર પાસે ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો

જેમાં મોજેરામ દૂધરેજિયાને મણકામાં ઓપરેશન, પાસણીમાં ફ્રેકચર અને જમણા પગના પંજાનું હાડકું ભાંગી ગયું અને છોલછાલ જેવી ઈજા કરી હતી અને કરણાભાઈને પંજામાં ઢીંચણે અને મણકામાં ઈજા અને કમરમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી રીક્ષામાં નુકશાની કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે…
