બીજા બનાવમાં દીઘલીયા ગામે એક મહિલાને ઇજા
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા આઘેડને અને દીઘલીયા ગામે એક મહિલાને મારામારીમાં ઇજા થયાના સમાચાર મળ્યા છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા રમેશભાઈ કરસનભાઈ લોરીયા નામના 48 વર્ષના આઘેડને તેના ગામમાં બસ સ્ટેશન પાસે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા વાંકાનેર સિવિલ બાદ મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો. બનાવ મજૂરીના પૈસા બાબતમાં બન્યાનું જાણવા મળેલ છે….
જ્યારે વાંકાનેરના દીઘલીયા ગામે રહેતા અફસાનાબેન ગફારભાઈ નામના 45 વર્ષના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લઇ જવાયા હતા. સ્પષ્ટ નથી પણ આ બનાવમાં સમાધાન થઇ ગયાનું જાણવા મળેલ છે આરોપીના નામ જાણવા મળેલ નથી….