અકસ્માત સર્જીને રીક્ષા ચાલક નાસી ગયો હતો
વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક ખોડીયાર ઘૂઘરા પાસેથી વાંકાનેરની હરીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવશીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૩૫૦ ના ચાલકે અડફેટે લેતા
અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં આધેડને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો
જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.