રાજકોટના રહેવાસીએ વાંકાનેર આવી આપઘાત કર્યો
વાંકાનેર : ગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વ્યક્તિએ શહેરના મચ્છુ નદીના પુલ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ ખાતું દોડી ગયું હતું અને તપાસ શરૂ કરી છે. આપઘાત કરનારની ઉંમર 50 વર્ષની આસપાસની હોવાનું અને તેનું નામ ધનજીભાઈ મોહનભાઇ હંસોરા હોવાનું જાણવા જાણવા મળેલ છે. આપઘાતના કારણની તપાસ ચાલી રહી છે.