આગેવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની પૈદલ યાત્રાને વેલકમ કર્યું
વાંકાનેર: સૈયદ જાવેદ આઝાદ કાદરી દ્વારા શરૂ કરાયેલી આહિંસા યાત્રા માત્ર પગે ચાલતી યાત્રા નથી, પણ એ એક સંદેશ છે – શાંતિ, પ્રેમ અને અસહિંસાના સંદેશનો. પોરબંદરથી શરૂઆત કરીને, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત આ યાત્રા સમાજમાં બિરાદરી, સહિષ્ણુતા અને માનવતા ફેલાવવાનો પ્રયાસ કરે છે…

જયારે આ યાત્રા વાલાસણ અને પીપળીયા રાજ ખાતેથી પસાર થતા વાલાસણ અને પીપળીયા રાજ આગેવાનો તથા સ્થાનિકો દ્વારા સ્વાગત અને ફુલહાર કરી દુઆ અને હોસલા અફજાઈ કરવામાં આવી હતી. આ યાત્રા માત્ર એક સ્થળેથી બીજાં સ્થળે પહોંચવાનો માર્ગ નથી, – અહિંસાના માર્ગે સમાજમાં પ્રકાશ ફેલાવવાની યાત્રા…

સૈયદ જાવેદ આઝાદ કાદરીની આ યાત્રા સમાજને હિંસા અને વિખવાદથી દૂર રાખી સહઅસ્તિત્વ તરફ લઈ જવા માટેનું એક અસરકારક પગલું છે અને “અમારા પ્રિય મિત્ર એવા સૈયદ જાવેદ આઝાદ કાદરી તમારી પગ પાળા યાત્રા સફળ અને રહે ! ખ઼ુદા પાક તમને શક્તિ અને સુરક્ષા આપે. શુભકામનાઓ! ” ઝાકીર દેકાવાડીયા 9978918404 અને નશરૂલ્લાહ ભોરણીયા 9974400561
