કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.

‘ઉદ્ઘાટન સેવા’
ટ્રેન નં. 09502 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 26 મે, 2025 ના રોજ વેરાવળથી 11.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે.
નિયમિત સેવા:
ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 05.25 વાગ્યે થી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ – સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી વેરાવળ થી 14.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.
ટ્રેન નં. 26901 અને 26902 નું બુકિંગ 25 મે, 2025 થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે…

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડા પર ચાલી રહેલી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09006/09005 રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ [18 ફેરા]:
* ટ્રેન નંબર 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે.
* એ જ રીતે, ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે.
ટ્રેન નંબર 09006 અને 09005 માટેનું બુકિંગ 25.05.2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!