કાર સહિત રૂ. સાત લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ
તીથવા ગામ નજીકથી પસાર થતી કાર શંકાસ્પદ લાગતા એલસીબી ટીમે રોકી તલાસી લેતા તેમાંથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હોય, જેથી મુદામાલ કબજે કરી કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી, મુજબ મોરબી એલસીબી પી આઈ ડી. એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે. જે. ચૌહાણ અને પી એસ આઈ એન. એચ. ચુડાસમાની સુચનાથી એલસીબી ટીમના રામભાઈ મંઢ, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક મારુતિ સુઝીકી કેરી ગાડી જીજે ૩૬ વી ૦૮૮૨ માં પ્લાસ્ટિકના ૧૯ બાચકા કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા; જેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ ના મળતા કાર ચાલક અકબરભાઈ અલીભાઈ ભોરણીયા રહે-તીથવા ગામવાળાની અટક કરી કોપર વાયર ૧૧૦૦ કિલો ગ્રામ અને કાર કિંમત રૂ.૭,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, તો ધ્રાંગધ્રાના રહેવાસી હસુભાઈ અને રાજકોટના રહેવાસી ચંદ્રેશભાઈ કંસારાનું નામ ખુલતા તેની સામે કાયદેસરની કાર્યવાહી એલસીબી ટીમે હાથ ધરી છે.