કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો

મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમ મોરબી જિલ્લાને પણ એલર્ટ મળ્યું છે. મોરબી જિલ્લામાં તા.25, 26, 27 અને 28 દરમિયાન ધોધમાર વરસાદ પડવાની શકયતા છે. જેના કારણે ડેમના કેચમેન્ટ એરિયામાં ભરપૂર પાણી આવશે. જે પાણી ડેમમાં અને ત્યાંથી નદીના પટમાં આવશે. જેથી મોરબી શહેર અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે કોઈપણ પાણીમાં હમણાં પ્રવેશ કરશો નહીં.

વાહન વોકળો, કોઝવે, બેઠોપુલ હોય ત્યાંથી તંત્રની ચેતવણી આવે તો તે લઈને નીકળશો નહિ. આપના જાન-માલનું રક્ષણ કરવાની વહીવટી તંત્રની જે ફરજ છે. તે ફરજમાં સહકાર આપો. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આપ સૌને જરૂર જણાય ત્યારે જ ઘરની બહાર નીકળો. જો કામ ન હોય તો આ બે દિવસ સુધી બહાર ન નીકળો. અને બહાર કોઈ પણ પ્રકારના પાણીમાં ફરવા કે નાહવા ન જશો…

Content Copying Forbidden !!

error: Content is protected !!