વાંકાનેર ખાતે સ્ટેચ્યુ પાસે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 1965 થી અભ્યાસ કરનાર 150 જેટલી વાંકાનેર વિસ્તારની દીકરીઓ એક સાથે એકત્રિત થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સાથે અભ્યાસ કરનાર બહેનપણીઓને વર્ષો પછી મળતા આનંદની લાગણી અનુભવી હતી અને એકમેકને ભેટી પડી હતી અને જુના સન્સમરણો વાગોળ્યા હતા…