GTCL ના નાયબ ઇજનેરની બેદરકારી કે બીજું કંઈ ?
ગોંડલથી આરોપીઓ પકડાયા બાદની ફરિયાદે સવાલ ઉદભવે છે
વાંકાનેર: શહેર તાલુકામાં જે કંઈ ચોરીના બનાવો બને છે એની ફરિયાદો મોડી કરવા/ કરાવવાનો સિલસિલો થમતો નથી, એવું લાગે છે કે ચોર પકડાવાની શક્યતા હોય ત્યારે જ ફરિયાદ લખાવાય/ લખાય છે, આવું જ ગઈ તા-૨૮/૦૨/૨૦૨૫ ના ૨૨૦ KV વાંકાનેર સબ સ્ટેશનમા રીયકટરની થયેલ ફરીયાદમાં પ્રતીત થાય છે, બે મહિના પહેલા થયેલ ચોરીની ફરિયાદ હવે થતી/ નોધાતી અનેક સવાલો ઉભા કરે છે, આને ફરજની બેદરકારી ગણવી કે કેમ? એ સવાલ ઉદભવે છે, પોતાની રીતે ચોર ગોતવાનું કારણ ગળે ઉતરતું નથી, ઉલ્લેખનીય છે કે તા: 22 એપ્રિલના વાંકાનેર વિસ્તારની આ પ્રકારની ચોરીમાં ગોંડલથી આરોપીઓ પકડાયા છે…
જાણવા મળ્યા મુજબ ગુજરાત ટ્રાન્સમીસન કોર્પોરેશન લીમીટેડ માં નાયબ ઇજનેર તરીકે નોકરી કરતા અને બ્લોક નં-૧૮ પુષ્કર ધામ એ વન્યુ-૨ નાગબાઇ મંદિર પાસે મોરબી રોડ રાજકોટ રહેતા નિકુંજભાઇ ભવાનભાઇ રામાણી (ઉવ.૩૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૨૮/૦૨/૨૦૨૫ ના રોજ ચીરાગભાઇ સુમનાણી જેઓ વાંકાનેર સબ સ્ટેશનમા જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓનો ફોનથી જણાવેલ કે આપણા ૨૨૦ KV વાંકાનેર સબ સ્ટેશનમાં આવેલ કેપેસીટર બેંકના ત્રણ રીયકટરમાંથી એક રીયકટર નથી, જેથી
ત્યાં જઈ અમારા ૨૨૦ KV વાંકાનેર સબ સ્ટેશનમાં સિક્યુરીટીમાં નોકરી કરતા ગીરધરભાઇ કોબીયાની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે તા-૨૮/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે એક વાગ્યાની આસપાસ પેટ્રોલીંગમા આવેલ ત્યારે આ કેપેસીટર બેંકના ત્રણ રીયકટર હતા, જેથી તેઓને પણ કેપેસીટર બેંકના ત્રણ રીયકટરમાંથી એક રીયકટર નહી હોઇ બાબતે કોઇ જાણ ના હોઇ અને અમોએ આજુબાજુ તપાસ કરતા રીયકટર મળી આવેલ નહી અને અમોએ આજદિન સુધી અમારી રીતે અમાર સ્ટાફ મારફતે કેપેસીટર બેંકના એક રીયકટર જેનુ આશરે વજન ૩૦૦ કિ.ગ્રા જેની આશરે કિંમત રૂ-૫૦,૦૦૦/- ગણી શકાય તેની તપાસ કરી કરાવતા મળી આવેલ નહી જેથી આજરોજ ફરીયાદ કરવા આવેલ છું….