અમદાવાદ: આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે, વરસાદ થવાનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, 25 એપ્રિલથી 2 મે સુધી ‘કાળી આંધી’નો પ્રકોપ રહેશે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ ફરી શકે છે. તેમના મતે, એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી ધમરોળશે. 20 એપ્રિલ સુધી આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. જ્યારે 25, 26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે.