પિત્રાઇ બહેનને ભગાડી જનારાના ભાઇએ ધમકી આપતાં બનેલો બનાવ
રાજકોટ: વાંકાનેરમાં આંબેડકરનગરમાં રહેતાં એક યુવાને એસિડ પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ આંબેડકરનગરના કરણ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૮)એ એસિડ પી લીધો છે. કરણ બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને ટાઇલ્સની
ફેક્ટરીમાં કામ કરે છે. પરિવારજનોના કહેવા મુજબ કરણના લગ્ન થઇ ગયા હતાં પણ હાલ છુટાછેડા લઇ લીધા છે. કાકાની દિકરીને વિસ્તારનો ભુવન નામનો
શખ્સ ભગાડી ગયો હોઇ આ બાબતે ભુવનના ભાઇ મુન્નાને પુછતાં તેણે ઝઘડો કરી જો આ મામલે કોઇ ફરિયાદ કરી છે તો છરીના ઘા મારી દઇશ તેવી ધમકી
આપતાં પોતે ગભરાઇ જતાં એસિડ પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. સૌજન્ય: અકિલા