વાંકાનેર : વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા….
શહેરનાં કુંભાર પરા ચોક ખાતે આવેલા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં અમિત શાહ હાય હાયનાં નારા લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્ય માર્ગો પર ફરી અને વાંકાનેર પ્રાંત કચેરી ખાતે અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…