તારીખ ૧૦ અને ૧૧ /૪/૨૦૨૫ ના આયોજન
વાંકાનેર: સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડ માં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના સમસ્ત બાબરીયા પરિવાર નું આસ્થા અ ને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસ નું પ્રતિક એટલે મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ સુરાપુરા ધામ ખાતે આશરે એક લાખ ભાવિક ભક્તો ભેગા થશે,
આગામી તારીખ ૧૦/૪/૨૦૨૫ ને ગુરૂવાર નાં રોજ સવારે ધ્વજારોહણ તેમજ બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ ત્યારબાદ બપોરે ૩ કલાકથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ડાકડમરુનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, તેમજ તા: ૧૧ /૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા સવારે મહાયજ્ઞોતસ્વનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, ત્યારબાદ બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો ધાર્મિક પ્રસંગે સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વડીલો યુવાનોને પધારવા બાબરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે…