હાર્ટએટેકથી શ્રમિકનું મૃત્યુ
વાંકાનેર શહેરના નવાપરામાં રહેતા 18 વર્ષના એક યુવાને ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ નવાપરાના કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને
તેને સારવાર માટે તાત્કાલિક મોરબી શહેરમાં આવેલ સનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં
તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા
પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી.
બનાવ વાંકાનેર સિટીમાં બનેલો હોવાથી આ બનાવની વાંકાનેર સિટીને જાણ કરવા માટે કવાયત કરી હતી
હાર્ટએટેકથી શ્રમિકનું મૃત્યુ
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે લેન્ડ ડેકોર સીરામીક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા
શરબન બુધ્ધુરામ સીકુ ઉ.34 નામના યુવાનને રાત્રે સુતા બાદ ઊંઘમાં જ હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.