12 વર્ષથી ફરાર હતો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પોલીસ ખાતાએ ઝડપી પાડયો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનાનો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. રાજસ્થાનવાળાને મોરબી એલસીબીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.