વાંકાનેર: અહીંના છેતરપીંડીના કેસમાં જેલ હવાલે રહેલ કાચા કામનો કેદી વચગાળાની જામીન મેળવી ફરાર થઇ ગયો બાદ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લઈ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
સમગ્ર માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ અને મોરબી જેલમાં રહેલ કેદી રમેશ રામસુભોગ પ્રજાપતિને ગુજરાત હાઈકોર્ટે 8 દિવસના જામીન આપ્યા બાદ તાં 28-2-2024ના જામીન મુક્ત થયો હતો. જે કાચા કામના કેદી રજા પૂર્ણ થતાં તારીખ 7-3-2024ના રોજ જેલ ખાતે પરત હજાર થવાનું હતું. પરંતુ કેદી હાજર ન થતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતેથી બાતમીને આધારે ઝડપી લઈ મોરબી સબ જેલ હવાલે કર્યો હતો.