જીવાપર ગામે સૂતેલો યુવાન ઉઠયો જ નહીં
વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી પવનકુમાર રામઅવતાર શર્મા
ઉ.42 રહે.રાજસ્થાન વાળો હાલમાં અમદાવાદ અસલાલી ખાતે હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો..

જીવાપર ગામે સૂતેલો યુવાન ઉઠયો જ નહીં
ટંકારા તાલુકાના જીવાપર ગામે મનસુખભાઈ લક્ષ્મણભાઈ મુછાળાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ઘોરચંદભાઈ બાંભણીયા (26) નામનો યુવાન વાડીએ સૂતો હતો દરમિયાન સવારે ચારેક વાગ્યે તેને ઉઠાડવા જતા ઉઠતો ન હતો જેથી કરીને તેને મૃત
હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં કરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…