વાંકાનેર: મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે કોઈ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં એક યુવાન હાલ હોસ્પિટલમાં સારવારમાં છે.
જણાવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત હાલતમાં રોહિતભાઈ ભીખાભાઈ તન્ના (ઉંમર ૩૩) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો છે, જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.