વાંકાનેર: અહીંના રહેવાસી એક યુવાનનો ટ્રેકટર હડફેટે અકસ્માત થયો છે….
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમાથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી વાંકાનેરના રહેવાસી રણજીતભાઈ વિજયભાઈ યાદવ (20) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે…