કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે

વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન કરાયેલ કાર્યોની સમીક્ષા અમલીકરણ કરવામાં આવે છ. વર્ષ દરમ્યાન કરાયેલ કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે તેમજ દર વર્ષ પ્રદેશ કક્ષાએ તથા જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત આજે તા.26-2ને રવિવારના રોજ વાંકાનેરના વઘાસીયા ખાતે રાજપુત સમાજની વાડીમાં મોરબી જીલ્લા કક્ષાની કાર્યકર્તા શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. તો આ સામાજીક ઉત્કર્ષના કાર્યોમાં રસ ધરાવતા રાજપુત સમાજના ભાઈઓ બહેનોને જીલ્લાની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ રાજેન્દ્રસિંહ પી. જાડેજા તથા મહામંત્રી બલભદ્રસિંહ આર જાડેજાએ જણાવેલ છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ મહીલા સંગ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર જયશ્રીબા પી. જાડેજા (રાજકોટ), હિનાબા બી. ગોહિલ (રાજકોટ), અમદાવાદ મહીલા સંઘના અધ્યક્ષ શારદાબા ભરતસિંહ જાડેજા, તારાબા ચુડાસમા (એડવોકેટ) (અમદાવાદ) તથા નીતાબા ગોહિલ (અમદાવાદ)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. શિબિરમાં ગત વર્ષના કાર્યોની સમીક્ષા તતા યુવા સંઘના સમાજ ઉત્કર્ષ કાર્યોની માહિતી તેમજ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ અંગે ડો. જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન અપાશે તેમજ દીકરીઓ માટે સંસ્કાર ઘડતરનું પ્રદેશ હોદેદારો દ્વારા માર્ગદર્શન પુરૂ પડાશે. આ તકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં અધ્યક્ષસ્થાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ પી.ટી. જાડેજા તથા અતિથિવિશેષ પદે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!