ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી મોટો એકિટવ છે. જેની અંદર જુદા-જુદા ફોલ્ટ છે જેમ કે વેસ્ટમાં અલ્હાબાદ ફોલ્ટ છે, સાઉથ વાગડ ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નગર પારકર ફોલ્ટ, કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, વિઘોડી ફોલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ જેવી ફોલ્ટલાઇન છે…
સૌરાષ્ટ્રમાં પણ કાઠીયાવાડ ફોલ્ટ છે. સાઉથમાં પણ ગિરનાર ફોલ્ટ આવેલા છે.ગુજરાતનો જે વિસ્તાર છે તે ભૂકંપના સિસ્મીક ઝોન 5, ઝોન 4 ઝોન 3 અંતર્ગત આવે છે. કચ્છ પ્રાંત એ ઝોન 5માં આવે છે. વેસ્ટ-સાઉથ ઝોન 4 કવર કરે છે અને ઉત્તર ભાગ ઝોન 3 કવર કરે છે. ઝોન-3થી લઇને ઝોન-5 સુધીમાં જોઇએ તો સાડા ત્રણ મેગ્નિટયુડથી લઇને સાડા છ કે સાત મેગ્નિટયુડ સુધીના ભૂકંપ આવવાની અહીં પૂરી સંભાવના છે. ભૂકંપ આવે તો બિલકુલ નવાઇ નથી કારણકે સિસ્મેકલી આપણે એકિટવ ઝોનમાં છીએ. આપણી બધી ફોલ્ટલાઇન એક્ટિવ છે. અલગ અલગ ફોલ્ટમાંથી અલગ અલગ સમયે ઉર્જા બહાર નીકળતી રહે છે રહે છે. ફોલ્ટલાઇનમાં પણ હજું એકિટવીટી થઇ રહી છે.’
‘ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે’
ભવિષ્યમાં કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા અંગે પુછવામાં આવતા ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,’ ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે. આવનારા દસ વર્ષમાં એક મોટો ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય એમ નથી. જ્યાં એક એક્ટિવ ફોલ્ટ હોય તો એની સાયકલ સમજી શકાય. કચ્છની અંદર દસથી બાર ફોલ્ટ છે. ક્યો ફોલ્ટ ક્યારે એકિટવ થાય એનો કોઇ અભ્યાસ થયો નથી. કચ્છમાં પચ્ચીસ-ત્રીસ વર્ષે મોડરેટ અને પચાસ વર્ષે મોટા ભૂકંપ અનુભવાય છે. આવનારા પચ્ચીસ વર્ષની અંદર જેની તીવ્રતા સાડા પાંચથી માંડીને છ કે સાત સુધીની હોઇ શકે છે…
જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ખબર પડી જાય છે
ડૉ. ગૌરવ ચૌહાણ આગળ કહે છે, આ ફોલ્ટ લાખો-કરોડો વર્ષ પૂર્વે બન્યા છે. જો ફોલ્ટની આજુબાજુમાં પથ્થરોમાં તિરાડ હોય તો એનો મતલબ એમ કે એ ફોલ્ટલાઇન એક્ટિવ છે. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા ઘણી જગ્યાએ અર્થક્વેક રેકોર્ડ કરવા માટેના ઉપકરણો લગાડવામાં આવેલા છે જેના કારણે ભૂકંપ આવે એટલે આંખના પલકારામાં જ ખ્યાલ આવી જાય છે.
ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જીપીએસ સ્ટેશન લગાડવામાં આવેલા છે. જો ભૂકંપ આવે તો જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ઉપકરણ બતાવી આપે છે. તમે ગાદલામાં બેઠા હો તો તમને ઓછુ વાઇબ્રેશન ફીલ થાય પરંતુ ટેબલ પર બેઠા હોં તો વધારે વાઇબ્રેશન ફીલ થશે. 2001ના ભૂકંપ બાદ આપણી પાસે સારો ડેટા છે. ક્યો ઝોન વધારે એકિટવ છે, ક્યો ઝોન ઓછો એકિટવ છે એની આપણી પાસે જાણકારી છે. આ પ્રકારના સાયન્ટિફિક ડેટાનો અભ્યાસ કરીને ટાઉન પ્લાનિંગ કરવું જોઇએ. બિલ્ડીંગ નિર્માણ માટે લો-વેઇટ પથ્થરો કે જેનું વજન ઓછુ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કોઇ પણ બાંધકામ પહેલા જિઓલોજીસ્ટનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઇએ. જિઓલોજીસ્ટે સ્થળ પર જઇને ચકાસણી કરાવવી જોઇએ કે જે જગ્યાએ બાંધકામ થઇ રહ્યું છે ત્યાં કોઇ એકિટવ ફોલ્ટ તો નથી ને. જો આ બધા પગલા લઇને બાંધકામ કરવામાં આવે તો હું નથી માનતો કે કચ્છની અંદર 2001 જેવો ભૂકંપ આવે તો આપણે મોટુ નુકસાન ભોગવવું પડે….સૌજન્ય: વીટીવી ગુજરાતી