પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી છે. ગઈ કાલે 4 વાગીને 45 મિનિટે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4.6 ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતાં લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.
મોરબીના સાંજના પોણા પાંચેક વાગ્યાના અરસામાં શહેરીજનોએ ભૂકંપના તીવ્ર આંચકનો અહેસાસ કરતા રીતસરના ફફડી ઉઠ્યા હતા અને શહેરભરમાં ભૂકંપની જ ચર્ચા ચાલી હતી. ભૂકંપ હળવો પડતા સરેરાશ 4ની તીવ્રતા હોવાનું જાહેર કરાયુ હતું. કચ્છમાં આવેલ ભૂકંપ મોરબી ઉપરાંત વાંકાનેર પંથકમાં પણ અનુભવાયો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ પકડાયો:
ઢુવા – માટેલ રોડ પર દ્વારકાધીશ હોટલ પાછળ ખરાબામાંથી મોરબી શિવ સોસાયટીમાં રહેતા સમીર ખમીશાભાઈ કટિયાર 52 કોથળી દેશી દારૂ પકડાયો
પીધેલ:
વાંકાનેર નવાપરા રામકૃષ્ણનગર રામાપીરના મંદિર પાસે રહેતા મનુ તેજાભાઈ બારૈયા પીધેલ પકડાયા છે.