કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દોશી આંખની હોસ્પિટલમાં આઠ દિવસનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

નં. 94089 39982 પર તારીખ 1 થી 15/1/2023 સુધીમાં નામ લખાવવાનું રહેશે

ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023માં 8 દિવસના આંખના વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

                નવા બસ સ્ટેશની બાજુમાં આવેલી એન.આર. દોશી આંખની હોસ્પિટલમાં યોજાનાર આ કેમ્પમાં વિદેશના તથા ભારતના મુંબઈ, નાગપુર, પુના, ચેન્નઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે જેવા શહેરના આંખના નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળશે. કેમ્પમાં ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે. ત્રાંસી આંખ માટે કોઈપણ ઉંમરના દર્દી નામ નોંધાવી શકશે.

                બાળ મોતીયા માટે અથવા આંખની અન્ય તકલીફ માટે 16 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો જ નામ લખાવી શકશે. 17 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને મોતિયાની તકલીફ અથવા આંખની અન્ય તકલીફ હોય તેવા દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે નહીં. તેમના માટે કેમ્પની તારીખના સિવાયના સમયમાં આંખ બતાવી શકાશે અને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન પણ કરાવી શકાશે. કેમ્પમાં ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. કેમ્પમાં જે દર્દીઓએ અગાઉથી નામ લખાવેલું હશે તેમને જ જોવામાં આવશે. એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે.

                ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે. તેના માટે રૂબરૂ હોસ્પિટલે આવવાની જરૂર નથી. નામ લખાવવા માટે ફોન નં. 02828-222082મો. નં. 94089 39982 પર સવારે 9:30 થી 1:00 તથા બપોરે 3:00 થી 6:00 દરમિયાન તારીખ 1/1/2023 થી 15/1/2023 સુધીમાં નામ લખાવવાનું રહેશે..

Content Copying Forbidden !!

error: Content is protected !!