હોલમઢ પાસે અંધારામાં છુપાતો: શક્તિપરાનો યુવાન સર્પ આકારે વાહન ચલાવતા
વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે…
જાણવા મળ્યા મુજબ નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા નામના 60 વર્ષીય વૃધ્ધે ગઈકાલ સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા, આ બનાવમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે…

હોલમઢ પાસે અંધારામાં છુપાતો
તાલુકાના હોલમઢ મંદિર અને તેની આસપાસ રહેલી દુકાનો નજીક રાતના અંધારામાં તાળા ફંફોસતો જોવામાં આવતા જાલસીકા ગામની સીમમાં જનકભાઈની વાડીમાં રહેતા લાલભાઈ ઉર્ફે લાલજીભાઈ છનાભાઈ પડાયાને પોલીસે પકડેલ છે…
શક્તિપરાનો યુવાન સર્પ આકારે વાહન ચલાવતા
વાંકાનેર શક્તિપરામાં રહેતો દિલીપ ઉમરભાઈ ચાડમિયા નામનો 35 વર્ષીય દેવીપૂજક યુવાન વઘાસીયા ટોલનાકા પાસે નશો કરીને સર્પ આકારે મોટર સાયકલ ચલાવતા પોલીસે પકડેલ છે…
