કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અજાણી કારે હડફેટે લેતા રૂપાવટીના વૃદ્ધાનું મોત

વાંકાનેર દીકરીના ઘરે આંટો મારવા આવતા હતા

કાલચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો, હાજર અન્ય કોઈ કાર ચાલકે પીછો કરીને ચોટીલા પાસેથી તેને પકડ્યો હતો

રાજકોટ: હીરાસર એરપોર્ટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણી કારે હડફેટે લેતા દીકરીના ઘરે જતા 82 વર્ષીય રૂડીબેન રાઠોડનું મોત નીપજ્યું હતું. રૂપાવટી ગામે રહેતા રૂડીબેન વાંકાનેર પોતાની દીકરીના ઘરે આંટો મારવા જતા હતા.

હીરાસર એરપોર્ટ પાસે રોડ પર ચાલીને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. કાલચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. જોકે હાજર અન્ય કોઈ કાર ચાલકે પીછો કરીને ચોટીલા પાસેથી તેને પકડ્યો હતો. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના રૂડીબેન હરજીભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 82) આજે સવારે 10 વાગ્યાં આસપાસ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે હતા .

ત્યારે અજાણ્યો કાર ચાલક રૂડીબેન ને હડફેટે લઈ નાસી છૂટ્યો હતો. કારની ઠોકરના કારણે રોડ પર પટકાયેલા રૂડીબેનને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પરિવારજનો રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ જણાવ્યું કે, રૂડીબેનને સંતાનમાં 4 દીકરા અને 4 દીકરીઓ છે. પોતે વાંકાનેર ખાતે રહેતા તેમના દીકરીના ઘરે આંટો મારવા જતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો.

જોકે એરપોર્ટ પાસે જ ઉભેલા અન્ય કોઈ કાર ચાલકે અકસ્માત નજરે જોતા ભાગી ચૂતેલા કાર ચાલકનો પીછો કર્યો હતો. છેક ચોટીલા સુધી પાછળ જઈ અકસ્માત કરી નાસી છૂટેલા કાર ચાલકને પકડી લીધો હતો અને

પરત ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!