અગાઉ કરેલ અરજી કારણભૂત
વાંકાનેર: અહીં આંબેડકનગરમાં રહેતા એક શખ્સે પોલીસ સ્ટેશને અગાઉ કરેલ અરજીનો ખાર રાખી વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ ડો. આંબેડકનગર શેરી નં-૩ માં રહેતા દેશાભાઇ કરશનભાઇ બોસીયા (ઉ.વ.૭૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૦૯/૧૧/૨૦૨૫ ના સાંજના સાડા છ વાગ્યાના સમયે હું મારા મિત્ર વલ્લભદાસ પરમાર રોયલ પાર્ક વાળાના ઘરે મળવા માટે ગયેલ હતો અને ત્યાંથી 
મારું હિરો સ્પ્લેન્ડર રજી નં-GJ-03-BN-6496 વાળુ લઈને મારા ઘરે આવતા બાબુભાઇ પરમારના ઘર પાસે પહોંચેલ ત્યારે સામેથી પ્રવીણભાઈ ખીમજીભાઈ ચાવડા ગાળો બોલતા બોલતા આવતો હોય અને મારી પાસે પહોંચીને મારા મોટર સાયકલનું હેન્ડલ પકડતા મેં ઉભુ રાખેલ અને 
આ પ્રવીણભાઇ મને કહેલ કે ‘તેં કેમ તારા દિકરા કિશોરના લગ્ન વખતે મારી વિરૂધ્ધ પોલીસ સ્ટેશને અરજી કરેલ હતી?’ તેમ કહી મને ફાવે તેમ ગાળો દેવા લાગતા ગાળો બોલવાની ના પાડતા પ્રવીણભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મારી ડાબી આંખ પાસે એક જોરથી મુક્કો મારેલ જેથી હું નીચે પડી ગયેલ અને 
મારી ડાબી આંખ નીચેથી લોહી નીકળવા લાગેલ હતુ, જેથી અમારી આજુબાજુના માણસો ભેગા થઈ જતા આ પ્રવીણભાઇએ મને કહેલ કે ‘તું મને કાઇ બોલીશ તો હું તને જાનથી મારી નાખીશ’ તેમ ધમકી આપી ત્યાંથી જતો રહેલ હતો થોડીવારમાં મારો દિકરો ગીરીશ આવેલ અને મને વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સારવારમાં લઈ ગયેલ હતો અને વધુ સારવાર માટે મોરબી રીફર કરતા સારવાર લીધેલ, આજે હું વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા માટે મારા મોટાભાઈ ઘેલાભાઈ કરશનભાઈ બોસીયા, મારો ભત્રીજો રામજીભાઈ દેવશીભાઈ બોસીયા અને મારા પાડોશી અમૃતભાઈ આલાભાઈ સુમેશરા સાથે આવેલ છું, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
