છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ
વાંકાનેર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે 6 થી 8 મા મોરબી અને વાંકાનેરમાં વધુ 8 મીમી વરસાદ વરસ્યો છે.
મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ શનિવારે સવારે 6 વાગ્યાથી લઈ રવિવારે સવારે 6 વાગ્યા સુધીમા મોરબી જિલ્લામા માળીયા 21મીમી, મોરબી 34મીમી, ટંકારા 37મીમી, વાંકાનેર 27મીમી અને હળવદ 18મીમી વરસાદ વરસ્યો હતો.
આજે તા.23 રવિવારે સવારે 6થી 8મા વરસેલો વરસાદ
મોરબીમાં 08 મીમી, ટંકારામા 01 મીમી, વાંકાનેરમાં 08 મીમી, હળવદ, માળીયા- નીલ
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ