તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે
વાંકાનેર: દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તંત્રમાં ફેરવાયને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં આ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીની સાપેક્ષે મોરબી જિલ્લામાં હાલ 1,00,552 જેટલા નવા મતદારો ઉમેરાયા છે.
મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 2019માં લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાના સ્ત્રી પુરુષો સહિત કુલ 7,25,100 મતદારો નોંધાયા હતા. જે 2023માં એટલે અત્યાર સુધીમાં 100552 મતદારો વધ્યા છે.જેમાં 48777 પુરુષો અને 51778 સ્ત્રી મતદારોનો ઉમેરો થયો છે. એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાના 8,25,652 સ્ત્રી પુરુષ મતદારો મતદાન કરી શકશે
વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી 2024ના અનુસંધાને મુખ્ય નિર્વાચીન અધિકારીની કચેરી ગુજરાત દ્વારા 19/12/2023ની સૂચનાને પગલે મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મત વિસ્તારોમાં આવેલ તમામ મતદાન મથકો, શાક માર્કેટ,બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળોએ 1/1/2024થી 29/2/2024 સુધી લોકોમાં ઇવીએમ અને વિવિપેટના ઉપયોગ વિશે લોકોમાં જાગૃતિ કેળવવા માટેના કાર્યક્રમો યોજાશે. મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફેરવીને લોકોને જાગૃત કરાશે. મોરબી જિલ્લાની હેડ ક્વાર્ટર કચેરી સબ ડિવિઝનલ એસડીએફ કચેરી ઇવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવી લોકોને ઇવીએમ અને વિવિપેટના ઉપયોગ અંગે જાણકારી અપાશે અને આ કેન્દ્ર દ્વારા દરેક ક્ષેત્રે 10-10 ઇવીએમ, વિવિપેટ આપી તાલીમ અપાશે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ ફળવવામાં આવશે.તેમજ એલઇડી સ્ક્રીન, ઇવીએમ, વિવિપેટની વિડીયોગ્રાફી દ્વારા સમજણ અપાશે.
તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચેમ્બર મળશે
આઝાદીના પછીના ઇતિહાસમાં પહેલી વાર વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનું શાષન આવ્યું છે. આમ છતાં ગઈ કાલે સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ કોંગ્રેસના બિનહરીફ ચૂંટાયા છે. અત્યાર સુધી કોંગ્રેસના હોદેદારની કોઈ ચેમ્બર નહોતી, નિયમ મુજબ હવે ચેમ્બર ફાળવાતા કોંગ્રેસને તાલુકા પંચાયત ઓફિસમાં બેસવા માટેનું એક ઠેકાણું મળશે. જો કે પ્રમુખ/ ઉપપ્રમુખની ગત ચૂંટણીમાં કોંગ્રેસના હારેલા ઉમેદવારો ભાજપના જીતેલાઓને અભિનંદન પાઠવતા નજરે ચઢ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે વાતાવરણ સૌહાર્દપૂર્વ રહ્યું છે. જાણકારોના મતે તાલુકા પંચાયતના ભાજપના હોદેદારો પાસેથી કોંગ્રેસની જીતનું કારણ પક્ષ પૂછશે. એના તાર નકલી ટોલનાકા સુધી જોડાયેલા મનાય છે. તાલુકા પંચાયતના તમામ હોદેદારો (પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન) પહેલી વાર મહિલાઓ બિરાજમાન છે.