કલમ 420 ના ગુન્હાના આરોપીને દવાખાને ખસેડાયો
મોરબી: મોરબીની સબ જેલમાં રહેલ વાંકાનેરના કલમ 420 ના ગુનામાં પકડાયેલ આરોપીને આંચકી ઉપાડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલમાં રાખવામાં આવેલ વાંકાનેરના કલમ 420 ના ગુનામાં પકડાયેલ રમેશ રામસંભુભાઈ પ્રજાપતિ (ઉ.વ.51) કે જે હાર્ટનો દર્દી છે અને તેને જેલમાં હતો ત્યારે આંચકી ઉપાડતા પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે અને હાલમાં તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.