વાંકાનેર: મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ પાસે સર્વિસ રોડ નજીક આવેલ જય દ્વારકાધીશ નામની પાનની દુકાન ખાતે નશાકારક કફ સીરપનું વેચાણ થાય છે. તેવી
ખાનગી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ત્યાં રેડ કરવામાં આવતા ઉપરોક્ત દુકાન ધારક કમલેશ સેલાભાઈ સોરિયા ભરવાડ (30) રહે. જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી તા. મોરબી મૂળ કોઠારીયા (જડેશ્વર) તા. વાંકાનેરની પાનની દુકાનમાંથી
નશાકારક કફ સીરપની 52 બોટલો મળી આવી હતી. જેથી હાલમાં રૂપિયા 5200 ની કિંમતની ઉપરોક્ત બોટલો જપ્ત કરવામાં આવી હતી.કમલેશ ભરવાડએ જીગ્નેશ ઉર્ફે જગાભાઈ રહે. વાંકાનેર વાળાની પાસેથી ઉપરોક્ત બોટલો મંગાવીને વેચાણ અર્થે પોતાની પાનની
દુકાનમાં રાખી હોવાની બાબત ધ્યાનમાં આવતા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ કરવામાં આવી છે. જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.જોગેલાને સોંપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.