વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત: આરોપી શખ્સની શોધખોળ
વાંકાનેર: મળેલ માહિતી મુજબ રાજકોટનાં કુવાડવા-વાંકાનેર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકર મારીને ફરાર થયો હતો. જેને પગલે બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું હતું. વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંજયભાઈ ડાભીએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી…
આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યા આસપાસ તેમના 72 વર્ષીય પિતા ગોવિંદભાઈ પોતાનું બાઈક લઇ ઘરેથી કુવાડવા વાંકાનેર હાઇવે ઉપર આવેલ એમ.કે. પ્રોટીન નામના કારખાને સીકયુરીટીમાં નોકરીમાં જતા હતા. ત્યારે સ્વાન મેડીકોર નામના કારખાનામાં જવાના રસ્તે વાંકાનેર તરફથી આવતી એક ફોરવીલ કાર રજી નંબર ૠઉં-10 ઈગ 9078 ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેમનું મોત નિપજ્યું હતું. વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે…