કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રોડ ક્રોસ કરતા પીપળીયા રાજના વૃદ્ધને ઇજા

શેખરડી અને નવા ગારિયાના શખ્સ અંધારામા આંટાફેરા મારતા પકડાયા
સરતાનપર રોડ ઉપર પણ રોડ ક્રોસ કરતા બાળક ઘવાયો

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા થતા મોરબી દવાખાનામાં સારવારમાં લઇ ગયાના સમાચાર મળ્યા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા અહમદઅલી દેકાવડીયા (73) નામના વૃદ્ધ દરગાહ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ઇજા પામેલા વૃદ્ધને મોરબીમાં હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે…

સરતાનપર રોડ ઉપર પણ રોડ ક્રોસ કરતા બાળક ઘવાયો
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ખાતે પરિવાર સાથે રહેતો ગોવિંદ ડામોર (11) નામનો બાળક મોટો સિરામિક પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાળકને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

શેખરડી અને નવા ગારિયાના શખ્સ અંધારામા આંટાફેરા મારતા પકડાયા
(1) શેખરડીના દસરથભાઇ ઉર્ફે દકો નારણભાઈ મકવાણા (ઉ.વ.23) રાત્રીના અને (2) નવા ગારિયાનો હાર્દિક જીતેશભાઇ નાકીયા નર્સરી ચોકડી પાસે આવેલ દુકાનો નજીક અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્ની.ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!