વાંકાનેર: મોરબીના આલાપ રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ કોઠારીયા મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે તજવીજ શરૂ કરી છે



જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ શિવ શક્તિ પાર્ક ઇસ્કોન પેલેસ પ્લેટ નં- 302 માં રહેતા જયેશભાઈ પ્રાણજીવનભાઈ કગથરા જાતે પટેલ (36)એ તેઓના પિતા પ્રાણજીવનભાઈ ગોવિંદભાઈ કગથરા જાતે પટેલ (65) રહે. આલાપ રોડ શિવ શક્તિ પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-601 વાળા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 2/9/23 ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેઓના પિતા તેમના ઘરેથી જંગલેશ્વર મહાદેવ કોઠારીયા વાંકાનેર પાસે મંદિરે જાઉ છું તેવું કહીને નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનોને ત્યાં અને સગા સબંધીઓને ત્યાં ઘર મળે તે લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા જો કે, હજુ સુધી તેમનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી જયેશભાઈ કગથરા દ્વારા તેઓના પિતા પ્રાણજીવનભાઈ કગથરા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે વધુમાં જયેશભાઈએ પોલીસને જણાવ્યુ છે કે, તેઓના પિતાને છેલ્લા એકાદ વર્ષથી બ્લડ કેન્સરની બીમારી હતી અને તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ હતું અને તેમની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે જેથી કરીને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
