કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હસનપરના ભરવાડ વૃદ્ધનું અકસ્માતમાં મોત

વઘાસીયા ટોલનાકા પાસેનો બનાવ

પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓ આવતા હતા

વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં

કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઈજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે

વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી

પોલીસને જાણ કરવામાં આવેલ છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા સત્તાભાઈ પાંચાભાઈ મુંધવા (૭૦) નામના

વૃદ્ધ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા બાજુ થઈને પોતાના ગામ હસનપર તરફ બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે

વઘાસીયા ટોલનાકા પહેલાં અડફેટે લીધું હતું જેથી કરીને સત્તાભાઈ મુંધવાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રથમ

 

સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ

ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે

આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વૃદ્ધના દીકરાએ જણાવ્યું હતું કે વાંકાનેરમાં પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓના પિતા જતા હોય

છે તેવી જ રીતે આજે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ગામ હસનપર આવી રહ્યા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમનું સારવાર

દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!