કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઉન્ડ્રી નજીક બેભાન યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે બેભાન

થઈ જતા તેને તાત્કાલિક ચોટીલાની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ થાનગઢમાં આવેલ શ્રવણ સોસાયટી હીટનગર-1 માં રહેતા કાળુભારથી દિનેશભારથી ગોસ્વામી જાતે બાવાજી (ઉ.વ. 35) નામનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ ચોટીલા બાજુ આવવાના નેશનલ હાઇવે રોડ ઉપર

ઠાકરધણી હોટલથી આગળના ભાગમાં જઈ રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક તે બેભાન થઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!