આશા: કામ પૂર્ણ થયે રોડ ટનાટન હશે
વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર- 6 ના સદસ્યશ્રી બ્રીજરાજસિંહ એ. ઝાલાએ એક યાદીમાં જણાવેલ છે કે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોના રોડ તૂટેલા રસ્તા તથા નવા રસ્તા બનાવવા માટેના કામો ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ નવીનીકરણ કરવામાં આવશે. આ તમામ રોડના અગાઉ ટેન્ડર બહાર પાડેલ હતા, જેમાં એક જ એજન્સી દ્વારા ભાવ ભરવામાં આવતા ટેન્ડર નામંજૂર કરવામાં આવેલ. હવે ચોમાસા ઋતુ પૂર્ણ થયા બાદ નવી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક તમામ રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. ઉપરોક્ત તમામ રોડ વાંકાનેર નગરપાલિકાની ચૂંટાયેલ પાંખ ભારતીય જનતા પાર્ટી દ્રારા મંજૂર કરવામાં આવેલ છે, આ તમામ રોડ રસ્તાની કામગીરી વાંકાનેર નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
રોડ રસ્તાના કામો નીચે મુજબ છે

1) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દીવાનપરા વિસ્તાર ,પાંજરાપોળ વાળો રોડ, અમરગઢ રોડ, ગઢની રાંગ રોડ, મિલપ્લોટ ફાટકથી મીલપ્લોટ ચોક, મીલપ્લોટ ચોકથી મચ્છુ નદી સુધી, વીશીપરા ચોકથી મહાદેવ મંદિર સુધીનો ડામર રોડ…
2) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં રસાલા રોડ, દાણાપીઠથી ગ્રીનચોક, જૂની પોલીસ સ્ટેશનથી દરબારગઢ રોડ, ગ્રીનચોકથી ચાવડીચોક, ચાવડી ચોકથી માર્કેટ ચોક, પ્રતાપ ચોકથી રામ ચોક, રામ ચોકથી દરબારગઢ રોડ, દરબારગઢથી પ્રતાપ ચોક, દરબારગઢથી ચાવડી ચોક, જીનપરા ચોકથી હાઈવે જકાતનાકા સુધી ડામર રોડ
3) વાંકાનેર નગરપાલિકા વિસ્તાર જકાતનાકાથી જૂની મામલતદાર ઓફીસ રોડ સુધી ડામર રોડ
4) વાંકાનેર નગરપાલિકા વિસ્તાર સ્વામીનારાયણ મંદિરથી એસ્સાર પેટ્રોલ પંપ સુધી ડામર રોડ
5) વિશિપરા ચોકથી રામકૃષ્ણ રીફેકટરી સુધી ડામર રોડ…
6) જસદણ સિરામિકથી એસ્સારના પંપ સુધી ડબલ પટ્ટી ડામર રોડ ડિવાઇડર અને સ્ટ્રીટ લાઈટ સાથે… હાલ સ્ટ્રોમ વૉટર પાઈપ લાઈનનું કામ ચાલુ છે, જે પૂર્ણ થયે આ કામ હાથ ધરવામાં આવશે. કામો મંજુર કરાવવામાં ધારાસભ્ય જીતુ સોમાણીનો સહયોગ સાંપડ્યો હતો….
