કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે

મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.


ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર, નક્કી કરેલ વિસર્જન સ્થળો અને લીધેલ મંજૂરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે; તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યા એ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા ઉપર, તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડિત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મૂકવા ઉપર, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા/ખરીદવા/વેચવા/સ્થાપના કરવા ઉપર, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ

સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતાં વધુ દિવસ રાખવા ઉપર, મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા ઉપર, સ્થાપના બાદ વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના વિસર્જન સરઘસ યોજવા વગેરે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવેલ છે.


ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા કુત્રિમ તળાવો તથા કુવા બનાવવા યોગ્ય કાર્યવાહી કરવી અને મૂર્તિઓનો વિસર્જન કુત્રિમ તળાવ તથા કુત્રિમ કુવાઓમાં કરવાનું રહેશે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની ગાઈડલાઈન મુજબ મૂર્તિની ઊંચાઈ રાખવાની રહેશે.
આ જાહેરનામનો ભંગ કરીને કોઈ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરેલ મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે જ જપ્ત કરવામાં આવશે.


આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ બિનજામિન લાયક ગુન્હા માટે શિક્ષાને પાત્ર થશે. તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન. કે. મુછાર દ્વારા બહાર પાડેલું આ જાહેરનામું ૩૦/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!