સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ
હજયાત્રીઓએ નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે
વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લાં લગભગ દસેક દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા માટેની સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ છે. વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટર ખાતે પણ કાર્ડ કઢાવવા અને
રીન્યુ કરાવવા માટે આવતા લાભાર્થીઓને ફરજીયાત ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં ઈમરજન્સી જેવા કેસોમાં જ્યારે તાત્કાલીક દર્દીઓને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવારની તાત્કાલિક જરૂર હોય ત્યારે તેઓને ઉપરોક્ત ટેકનિકલ પ્રોબ્લેમને કારણે વિના વાંકે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે
આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને સરકારે ટાઇપ કરેલ હોસ્પિટલમાં રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મળે છે પરંતુ છેલ્લા 10 દિવસથી સાઈટ અપડેટનાં વાંકે બંધ છે. એટલું જ નહી વાંકાનેરની પ્રજાને આધારકાર્ડમાં નામ સુધારવા માટે પણ સેવા સદન ખાતે ધરમધકકા થઈ રહ્યા છે. અહીં પણ આધારકાર્ડ નામ સુધારા માટેની સરકારી સાઈટ પર નામ સુધારવા માટે ટેકનિકલ પ્રોબ્લેમ આડે આવી રહ્યો છે અને અપડેટ રિજેક્ટ થઈ રહ્યું છે…
સમસ્યા બાબતે સંબંધિત ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરેલ છે : સિદ્ધાર્થ ગઢવી (પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેર)આ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીનો સંપર્ક સાધતા તેઓએ આધારકાર્ડમાં નામ સુધારાનું અપડેટ ન થઈ થઈ રહ્યું હોવાની બાબત સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, આધારકાર્ડમાં નામ સુધારાનું અપડેટ સાઈટ પરનાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે વારંવાર રિજેક્ટ થઈ રહ્યું છે જેથી નિયમ અનુસાર જો સ્થાનિક
ઓપરેટરના વધારે અપડેટ રિજેક્ટ થાય તો તેને પેનલ્ટી મળે છે જેથી ઓપરેટર દ્વારા નામ સુધારાની અપડેટ હાલ પૂરતી નથી કરવામાં આવતી. જો કે નામ સુધારા સિવાયની નંબર અપડેટ સહિતની કામગીરી ચાલુ છે. અલબત્ત નામ સુધારાની અપડેટ બાબતે અમે સંબંધિત ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરેલ છે. ઉલ્લેખનિય છે કે
આધારકાર્ડ એ અનેક પ્રકારની સરકારી યોજનાઓના લાભ લેવામાં અતિ અગત્યના દસ્તાવેજ પૈકી એક છે એટલે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વિશેષ કરીને હજયાત્રાએ જવા ઈચ્છતા લાભાર્થીઓને નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે આધારકાર્ડની ઉપરોક્ત સમસ્યાને કારણે તેઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે…