વાંકાનેર તાલુકા પેન્શનર સમાજ 70 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોનું સન્માન કરશે
વાંકાનેર: વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનિયર સિટીજન સમાજના મંત્રી જી.ટી.પાટડીયાની યાદી જણાવે છે કે આગામી તા.7/5ને રવિવારના રોજ શહેર તથા તાલુકાના પેન્શનરોની વાર્ષિક સાધારણ સભા અત્રેના જીનપરાચોક ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે સવારે 9.30 કલાકે રાખવામાં આવેલ છે.
દરેક પેન્શનરો ઉપરોકત સમય અને સ્થળે અચુક દરેક પેન્શનરો ઉપરોકત સમય અને સ્થળે અચુક હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ સભામાં 70 વર્ષ કે તેથી વધુ વયના પેન્શરોનું સાલ ઓઢાળી સન્માનીત કરવામાં આવશે. કાર્યક્રમ પુર્ણ થયે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા સાથે રાખવામાં આવેલ છે.