70 વર્ષથી વધુ વયના પેન્શનરોનું થશે સન્માન
વાંકાનેર: તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા આગામી તા.11/5ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે અત્રેના જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરના સભાખંડમાં રાખવામાં આવી છે.
જેમાં 70 વર્ષથી મોટી ઉંમરના તમામ સભ્યોનો સન્માન સમારંભ યોજાશે. જેમાં સમગ્ર વાંકાનેર તાલુકાના તમામ પેન્શનરોએ સમયસર ઉપસ્થિત રહેવા પેન્શનર મંડળના પ્રમુખ દ્વારા યાદીમાં જણાવેલ છે…