વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનને ઈજા થતા સારવારમાં છે.
જાણવા મળ્યા મુજબ રાકેશ દેવડા નામનો (ઉ.વ.28) નામના યુવાનને વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરાઈ છે. ઈજાગ્રસ્ત એમપીના પીપળી ધાર વિસ્તારનો રહેવાસી છે.