રાતીદેવરી રોડથી રાજકોટ રોડને જોડતા અઢી કી.મી. રોડનું રીફ્રેસરિંગ
વાંકાનેર: ધારાસભ્યના હસ્તે શહેરમાં વધુ એક વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, રાતીદેવરી રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપથી ઠેઠ રાજકોટ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર સુધીના આ રસ્તાનું રીફ્રેસરિંગ કામનો આરંભ થતા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ મુલાકાત લઇ સારું કામ થાય એ બાબતે ભાર મુક્યો હતો, 

જડેશ્વર રોડ ઇંટોના ભઠ્ઠાથી બાપુના બાવલાએ થી દીવાનપરા, આરોગ્યનગર, બસ સ્ટેન્ડ, વિવેકાનંદ સ્ટેચ્યુથી સ્વામીનારાયણ મંદિર સુધીના અઢી કિલોમીટર લાંબા આ રોડનું રોડ રીફ્રેસરિંગની ગ્રાન્ટમાંથી આ કામ હાથ ધરવામાં આવ્યું છે, વાંકાનેર શહેરમાં રોડના મંજુર થયેલા 3.30 કરોડ રૂપિયાની કુલ ગ્રાન્ટમાંથી આ રોડ પર ખર્ચ થનાર છે, અગાઉ આ રોડને રાજપથમાં ગણી ડામરકામ કરવામાં આવ્યું હતું, પછીથી જર્જરિત આ રોડને નવા વાઘા મળતા રાજકોટ રોડથી પંચાસર પુલ પર થઈને નેશનલ હાઇવે જવા વાહન ચાલકોની સવલતમાં વધારો થશે, રીફ્રેસરિંગની સાથે સાથે હયાત રોડને 10 મીટર સુધીનો પહોળો પણ બનાવવામાં આવી રહ્યો છે…

ધારાસભ્યની મુલાકાત વખતે નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, કોર્પોરેટર બ્રિજરાજસિંહ ઝાલા, રમેશભાઈ વોરા, માજી કાર્પોરેટર અમિત સેજપાલ, રાજ સોમાણી વગેરે જોડાયા હતા….

