ટોળ ગામના રાજેશ સામે ફરિયાદ
મોરબી : આજ કાલ સગીરાને ભગાડી જવાના બનાવોમાં તેજી આવી છે, ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને ટંકારાના ટોળ ગામનો શખ્સ રાજેશ હીરાભાઈ ચાવડા લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.