કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમેરિકાના આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને તોડી પડાયો: અઠવાડિયામાં બીજી ઘટના

વોશિંગ્ટન તા.11
ચીનના જાસૂસી બલુનને તોડી પાડયાના ગણતરીના દિવસો બાદ અમેરિકાએ આકાશમાં ઉડતા વધુ એક રહસ્યમય પદાર્થને ફુંકી માર્યુ હતું. કારની આકારનો આ મોટો પદાર્થ અલાસ્કાના આકાશમાં નજરે ચડયા બાદ અમેરિકી યુદ્ધ વિમાને તે તોડી પાડયો હતો.

અમેરિકાએ તાજેતરમાં તોડી પાડેલા જાસૂસી બલુનનું રહસ્ય હજુ ઉકેલાયુ નથી ત્યાં નવો રહસ્યમય પદાર્થ જણાતા તાત્કાલીક તોડી પાડવામાં આવ્યો હતો. એક જ સપ્તાહમાં આ પ્રકારનો બીજો બનાવ છે. પેન્ટાલોનના પ્રવકતા અમેરિકી બ્રિગેડીયર જનરલ પેટ્રીક રાઈડરે જણાવ્યું હતું કે કારની આકારના રહસ્યમય પદાર્થને સિડવિંડર મિસાઈલથી તોડી પાડવામાં આવ્યો હતો.

વ્હાઈટ હાઉસના પ્રવકતા જોન ર્કિબીએ કહ્યું કે આ પદાર્થ કોનો-કયા દેશનો હતો તે હજુ સ્પષ્ટ નથી. આ અંગેની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી છતાં ચીની બલુનની સરખામણીએ આ પદાર્થ નાનો હોવાનું જાહેર કરાયુ છે. જમીન પરના રડાર મારફત આ પદાર્થ નજરે ચડયો હતો.

આકામાં ઉડતા રહસ્યમય પદાર્થની જાણ થતા જ એફ-35 વિમાનોને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. અલાસ્કાના આકાશમાં અંદાજીત 40000 ફુટની ઉંચાઈએ હોવાનું માલુમ પડયુ હતું અને વિમાની ટ્રાફીક માટે જોખમી હોવાનું તારણ આપવામાં આવ્યું હતું જે પછી પદાર્થને કેનેડા સરહદની નજીક જામી ગયેલા જળ પર અલાસ્કાના કાંઠે તોડી પાડવામાં આવ્યુ હતું. અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે ચીની બલુન કરતા આ પદાર્થના કાટમાળને બહાર કાઢવાનું ઘણું સરળ રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!