હાજીઅલી ચેમ્બર પાસેની દુકાનો પાસે આંટાફેરા કરતો’તો
વાંકાનેર: રાત્રીના સાડા દશ વાગ્યે વાંકાનેર હાજીઅલી ચેમ્બર પાસેની દુકાનો પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા જોવામાં આવતા તેને પોલીસે પકડેલ છે….


જાણવા મળ્યા મુજબ રાત્રીના સાડા દશ વાગ્યે વાંકાનેર હાજીઅલી ચેમ્બર પાસેની દુકાનો પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દુકાનો પાસે આંટાફેરા કરતા જોવામાં આવતા પોલીસે તેને રોકી અહિ હાજરી બાબતે પુછપરછ કરતા ગલ્લાંતલ્લાં કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય નામઠામ પુછતા પોતે પોતાનુ નામ 

હિતેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા/દરબાર (ઉવ.૩૫) ધંધો-મજુરી રહે. પ્રતાપ રોડ, એસ. બી.આઇ. બેંકની બાજુમા, વાંકાનેર વાળો હોવાનુ જણાવેલ મજકૂરને મોડી રાત્રીની અહિ હાજરી બાબતે પુછપરછ કરતા ગલ્લાં-તલ્લાં કરી કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય મોડી રાત્રીના અંધારાનો લાભ લઇ દુકાનો પાસે આંટાફેરા કરતો મીલકત સંબધી કોઇ કોગ્ની ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ-૧૨૨-સી મુજબનો ગુન્હો નોંધેલ છે કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી..
