યાર્ડ પાસે સો-વારીયામાં રહેતો શખ્સ ભાવનગર જેલ હવાલે કરાયો
વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે અટક કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે વાંકાનેર સીટી પોલીસ/તાલુકા પોલીસે મોકલી આપેલ છે.
મળેલ માહિતી મુજબ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ અમીર ઉર્ફે કાળુ અબ્દુલભાઇ મોગલ (ઉવ.૪૨) રહે. ચંદ્રપુર, નવા માર્કેટ યાર્ડ પાસે, સો-વારીયા તા. વાંકાનેરવાળા વિરૂધ્ધ
પાસા વોરંટ જીલ્લા મેજીસ્ટ્રેટપાસા વોરંટ મંજુર થઇ આવેલ હોય જે આધારે વાંકાનેર સીટી પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર ચંન્દ્રપુર વિસ્તારમા પેટ્રોલીંગ હોય દરમ્યાન પોલીસને સંયુક્તમા મળેલ ખાનગી બાતમી આધારે આરોપી ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસે થી મળી આવતા
આરોપી કેફી પ્રવાહી પીધેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.ન.૪૬૨/૨૦૨૫ પ્રોહી કલમ ૬૬(૧)(બી) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આરોપીને પાસા વોરંટની બજવણી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે…