વાંકાનેર સીટી પોલીસ દ્વારા યુવા પેઢીને નશા મૂક્ત રહેવા માર્ગદર્શન અપાયું
(આરીફ દિવાન દ્વારા) વાંકાનેર: ગુજરાતમાં નશીલા પદાર્થ એવા ડ્રગ્સ માફિયાઓને કાબુ કરવા માટે સરકાર એલર્ટ થઈ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા યુવા પેઢીમાં નશાયુક્ત પદાર્થો- નશીલા પીણાથી લોકોના આરોગ્યને ગંભીર નુકસાન થતું હોય, મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ફરજના ભાગે પેટ્રોલિંગ અંતર્ગત કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સાથે એન્ટ્રી ડ્રગ સેમિનાર કરી યુવા પેઢી નશીલા પદાર્થથી દૂર રહે, તેવી લોક જાગૃતિના આશયથી એન્ટી ડ્રગ સેમિનાર યોજવામાં આવ્યા હતો.


જેમાં તારીખ 24-6-2023 ના વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા વાંકિયા ગામ ખાતે વાંકાનેર સીટી પીઆઇ પી. ડી. સોલંકીએ યુવાનો, વૃદ્ધો અને વડીલો સમક્ષ સેમિનાર યોજી લોકોના આરોગ્યને ડ્રગથી થતા નુકસાન અંગે માહિતી આપી હતી.


આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાંકિયા ગામના અગ્રણીઓ, આગેવાનો, વૃદ્ધો યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ એન્ટી ડ્રગ સેમિનારમાં પીઆઇ પી.ડી. સોલંકી અને વાંકાનેર પોલીસને સાંભળી પોલીસની પ્રજાચિંતક કામગીરીને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.